Clankart Logo

Buy used Science Fiction & Fantasy Books online in India

Buy Second Hand Books, Used Books Online In India

Polo Coelho

Polo Coelho

₹100

દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયેલું છે. આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુક્નોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે. —- ઍલ્કેમિસ્ટમાંથી મને શીખવા મળ્યું છે કે – ખુદમાં વિશ્વાસ રાખો અને યાત્રા ચાલુ રાખો. મલાલા યુસુફઝાયી [નૉબલ પુરસ્કાર વિજેતા] * * * પૉલો કોએલોના શબ્દોમાં આપણને વિશ્વાસ બેસે છે. એ શીખવે છે કે મક્કમ મનોબળ, પ્રેમ અને ઈચ્છાશક્તિથી આપણે આપણું અને બીજાં અનેક લોકોનું ભવિષ્ય બદલી શકીએ છીએ. બરાક ઓબામા [અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ] * * * પૉલોને હું મારાં શ્રેષ્ઠ શિક્ષક માનું છું. આજે પણ ઍલ્કેમિસ્ટને હું ઓશીકે રાખું છું. ઓપ્રા વિનફ્રે [કલાકાર] * * * સમગ્ર વિશ્વ અને વિવિધ સંસ્કૃતિના લોકોને સ્પર્શતી પૉલોની અજોડ આવડતને તેમને વિશ્વદૂત બનાવ્યા છે. બાન કી-મૂન [UN સેક્રેટરી જનરલ] * * * જીવનમાં ફોકસ થવા માંગતી દરેક વ્યક્તિ માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે. રસેલ ક્રો [કલાકાર]

4 months ago
Advertisement
Want to see your books here? Have Used Books?
Make some extra cash by selling your old books for actual money in your UPI/Bank account. Go on, it's quick and easy.
Advertisement
Advertisement
Advertisement
Advertisement